
વિજાપુર ગૌસંઘઠન દ્વારા પક્ષીઓનું રેસ્ક્યુ કરી અબોલ જીવ બચાવ્યા

વિજાપુર તા
વિજાપુર ગૌસંઘઠન ના જીવદયા પ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલ પક્ષીઓ ની ટીબી હોસ્પીટલ પાસે કેમ્પ નું આયોજન કરી સેવાઓ પુરી પાડી હતી કેમ્પમાં 15 થી પણ વધુ ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં અબોલ જીવો કબુતર ગીધ જેવા અનેક ચાઇનીઝ દોરીના ગૂંછા માં વિંટરાયેલ ઘાયલ પક્ષીની સારવાર પશુ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી તેમજ ગૌસેવા માટે ગૌસેવા ના સભ્યોએ ત્રણ રસ્તા ઉપર ઉભા રહીને દાન પણ ઉઘરાવ્યો હતો તેમજ ગૌસેવા કરતા પશુ પક્ષીઓ ના પ્રેમીઓને ધારાસભ્ય સીજે ચાવડાએ મુલાકાત કરી માહીતી પણ મેળવી હતી
ઉત્તરાયણ પર્વમાં આવા ઘાયલ પક્ષીઓની સારવાર કરીને ઉત્તરાયણ નો પર્વ માં જોકે ત્રણ દીવસ સુધી આ પક્ષીઓ માટે કેમ્પ ચાલુ રાખી તેમજ શહેરમાં દોરીના ગૂંછા પણ ઉઘરાવીને તેનો નિકાલ પણ કર્યો હતો આવા પક્ષી પ્રેમી અબોલ જીવદયા પ્રેમીઓ માટે પર્વ ની ઉજવણી છોડી સેવાઓ કરી રહેલા દરેક માટે એક સલામ તો જરૂરી છે





