
મોરબીના સિરામિક સીટીમાં ફ્લેટમાં ચાલતા સટ્ટટાના મોટા નેટવર્ક મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને આઠ સટ્ટોડીયાઓને ઝડપી પાડીને તેની પાસેથી ૨.૩૦ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી એલસીબી પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ એન એચ ચુડાસમા અને પી એસ આઈ કે જે ચૌહાણની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા અને નંદલાલ વરમોરાને બાતમી મળી હતી કે ચેતન કિશોરભાઈ પલાણ રહે-મોરબી વાળા આશિષ વાસવાણી રહે-બેરાગઢ ભોપાલ વાળા સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઈલ ફોન મારફતે ચેતન પલાણના મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિરામિક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૭૦૪ માં સાધન સગવડ પૂરી પાડીને ઓનલાઈન જુદી જુદી રમતો ક્રિકેટ, ફૂટબોલ, હોકી સહિતની રમતો પર ઓનલાઈન સટ્ટો રમાડી અખાડો ચલાવે છે તેમજ હાલમાં ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિકેટ સીરીજની મેચા પર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જ્યાંથી આરોપી સુધાનશું જગદીશભાઈ નાથાણી રહે-સિહોર બસ સ્ટેંડની બાજુમાં એમ પી , આકાશ દિલીપભાઈ ગુનવાની રહે-બુરહાનપુર એમ પી, સાગર રમેશભાઈ અડવાણી રહે-બુરહાનપુર એમ પી, રોહિત પ્યારેલાલ મીણા રહે-મીટુખેડી જી.સિહોર એમપી, સંજય ગોપીલાલ લોઢી રહે-મઝહગવા એમ પી, શેરુસિંગ જયસિંગ સૂર્યવંશી રહે-કાકરખેડા એમ પી અને નીતેશ લક્ષમણસિંગ સેન રહે-ખજૂરીયાકલા એમ પી વાળાને ઝડપી પાડીને તેની પાસેથી લેપટોપ નંગ-૫ કીમત રૂ.૧,૫૦,૦૦૦, મોબાઈલ નંગ ૧૫ કીમત રૂ.૭૫,૦૦૦, રોકડ રકમ રૂ.૫૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૨,૩૦,૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ચેતન કિશોરભાઈ પલાણ રહે-મોરબી અને આશિષ વાસવાણી રહે-ભોપાલ હાજર મળી ના આવતા તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ ડી એમ ઢોલ, પી એસ આઈ એન એચ ચુડાસમા, પી એસ આઈ કે જે ચૌહાણ અને પી એસ આઈ એ ડી જાડેજા સહિતની ટીમે કરેલ છે








