
તા.૧૫ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર સરકારી હોસ્પિટલમાં ૧૨ જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા
જેતપુરમાં ધાબા પરથી પ્રોઢ નીચે પટકાયા
જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિ ઘાતક બની હોઈ તેવા બનાવો પ્રકાશમાં આવ્યાછે. ખતરનાક માંજાના કારણે બાઈક સ્લીપ થવાના અને ગળા કપાવાનાં બનાવો સામે આવ્યાછે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને બાઈક પર દોરો આડો પડતા બાઈક સ્લીપ થઈ અને ઈજાનાં બનાવોસામે આવ્યા છે. જયારે એક પ્રોઢ ધાબા પરથી પડી જતા તેને ઈજા થતા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પતંગની દોરી જીવલેણ બની હતી. જ્યારે પ્રથમ બનાવમાં જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રામજીમંદિર પાસે રહેતા વિજયભાઈ ધાંધા (ઉ.વ ૪૯) નીચે પટકાયા હતા જેમાં માથાના ભાગે ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યારે અન્ય બનાવો દોરી વાગવાના સામે આવ્યા હતા જેમાં અમરનગર રોડ, સહિતનાં જગ્યા પર બાઈક પર જઈ રહેલા સુઝલ રસિકભાઈ સરવૈયા (ઉ.વ ૧૫),દેવાભાઇ છનાભાઈ બલવા (ઉ.વ ૬૦), ભરતભાઇ કાંતિભાઈ બગડા (ઉ.વ.૨૭), શાહીલ રહીમભાઈ ભટી (ઉ.વ.૧૮), , માહેનુર મહસુદ રફાઈ (ઉ.વ.૧૩),કિશન જેન્તીભાઇ સોજીત્રા (ઉ.વ.૨૬) અરુણ ભૂપતભાઇ છાણસીયા (ઉ.વ.૧૭),આરવ ઋષિ વસંત (ઉ.વ.૧૯) સુમિત હરેશભાઈ સોલંકી (ઉ.વ.૧૮), નરેન્દ્રભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ.૪૮), મિહિર સાવલિયા (ઉ.વ.૨૦)આ તમામ વ્યક્તિઓએ જે જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બાઈક પર જતા હોઈ એ દરમિયાન રસ્તામાં એકાએક ઘાતક દોરી ગળાના ભાગે વાગતા ઇજાગ્રસ્ત બન્યા હતા
અમુક ઇજાગસ્ત બાઈક પરથી પણ નીચે પટકાયા હતા. જો કે સ્થાનિકોએ દોડી આવીને સારવાર અર્થે જેતપુરના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા . આ તમામ લોકોને ચાઇનીઝ દોરાથી ગાળાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી
ઉતરાયણના તહેવારમાં સેંકડો પક્ષીઓ, લોકોનો જીવ હણી લેતી ઘાતક ચાઈનીઝ દોરીના વપરાશ અને વેચાણ પર સરકારે સખત પ્રતિબંધ લાદી દીધો હોવા છતાં રાજકોટ ગ્રામ્યમાં તંત્રના નાક નીચે ચાઈનીઝ દોરીનો છડેચોક વેપલો થયો હતો જેના લીધે અનેક નિર્દોષ જીવો મોતના મુખમાં ધકેલાયા હતા.








