
વિજાપુર હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ પર્વ જેની ઉજવણી સર્વે કોમ ના લોકોએ હર્ષોલ્લાસ સાથે મનાવી હતી વહેલી સવારે નાનાં બાળકો તેમજ યુવાનો વડીલો સહિત ઘરના ધાબાઓ તેમજ છાપરા ઉપર આખો દીવસ સુધી રહયા હતા અને પતંગ ચકાવી ને એ કાપ્યો ની બુમો પીપુડા વાજિંત્રો સાથે ગજવી મુક્યો હતો જયારે આકાશ માં લહેરાતા રંગબેરંગી પતંગો થી આકાશ છવાયું હતું તો કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ પક્ષીઓ ની સેવા માં સમય ફાળવી ને સેવાઓ પુરી પાડી હતી પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું હતુ તો કેટલાક યુવકો ધાબા ઉપર પતંગ ચકાવવા સાથે ફાફડા જલેબી ઊંધીયા ખમણ ની જ્યાફ્ત કરી આનંદ મેળવ્યો હતો નાના બાળકો પીપુડા વગાડી પુલકિત થઈ ઉઠ્યા હતા વીજ કંપની દ્વારા પર્વ ને કારણે ત્રણ કલાક માટે વીજળી બંધ રાખી હતી તો કેટલાક શ્વાન પ્રેમીઓ એ સવારે વહેલા ચોખ્ખા ઘી ના લાડુ બનાવી શ્વાન ને ખવડાવ્યા હતા સતત આખા દીવસ દરમ્યાન સૌ કોઈએ પર્વ ની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે ઉજવી હતી





