
તા.૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના વિરપુર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા પેટે કોરા ચેક આપેલ હોય જે વ્યાજની રકમ માત્ર રપ૦૦ ચુકવવાના બાકી હોય છતાં તેનો ૩પ૦૦૦નો ચેક લખી બાઉન્સ કરાવી કોર્ટ કેસ કરાવી હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

હાલ ગુજરાતભરમાં વ્યાજે નાણાં ધીરનારા વિરૃધ્ધ સરકારે અભીયાન ચલાવી વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરેલ હોય. જેમાં ઠેર ઠેર લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો સાંભળી કડક કાર્યવાહી કરવાના આદેશો હોય ગઇકાલે વિરપુર પોલીસમાં વિરપુરના સમાધી રોડ ઉપર રેહતા અરૃણભાઇ દિનેશભાઇ મકવાણાએ ફરીયાદ નોંધાવતા જણાવેલ કે તેઓ મોબાઇલ ટાવર સર્વિસનું કામ કરે છે તેને રૃપિયાનીજરૃર પડતા ત્રણેક વર્ષ પહેલા પરીચયમાં આવેલ કાગવડના કમલેશ મોરારગીરી ગોસ્વામી તેના પાર્ટર અરવિંદ પ્રાગજીભાઇ લુણાગરીયા (રહે. જેતપુર) બંન્ને વિરપુરમાં વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તેની પાસેથી રૃ કુલ રૃા.૧૬૦૦૦ વ્યાજે લીધેલ જે અરુણભાઈ એ ૧૦૦ દિવસમાં ર૦૦૦૦ પરત કરવાના એટલે દરરોજ ર૦૦ રૂ. ચુકવવાના તેની સીકયોરીટી પેટે બે કોરા ચેક સહિ કરાવી લીધેલ અરૃણભાઇએ કુલ ૧૭પ૦૦ ચુકવી આપેલ માત્ર રપ૦૦ ચુકવવાના બાકી હોય લોકડાઉન લાગી જતા કામ ધંધો ન હોય ઉપરાંત વ્યાજના રૃપીયાનો હપ્તો લેવા આવતા ન હોય ચુકવી ન શકતા તનેની જાણ બહાર રૃા.૩પ૦૦૦નો ચેક લખી અરવિંદે બેંકમાં નાખી બેલેન્સ ન હોવાના કારણે રીર્ટન થતા કોર્ટમાં ચેક બાઉન્સનો કેસ કરેલ અને હેરાન કરતા હોય. જેથી વિરપુર પોલીસે કમલેશ મોરારગીરી ગોસ્વામીએ અરવિંદ પ્રાગજીભાઇ લુણાગરીયા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.








