CHIKHLINAVSARI

ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ ટીમની મદદે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સેવાભાવીઓ

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ તારીખ ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભોપાલ ખાતે રમવા જઇ રહી છે, ત્યારે તેમને એમની રમત માટે જરૂરી અમુક ચીજોની અગવડતા ઉભી થઇ હતી. જેના માટે ઇન્ડીયન બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશ તુંમડાએ ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ પટેલને જાણ કરતા એમના દ્વારા નવસારી જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલ જૉડે ચર્ચા કરી જાણ કરતા ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના તમામે ૧૬ ખેલાડીઓ સહિતને ખૂટતી રમતની કીટની ડૉ.વિશાલ પટેલ અને વાંસદા તાલુકાના કિરણભાઈએ તાત્કાલિક ધોરણે સહાય કરી માનવતા બતાવી હતી. સંપૂર્ણ ભારતમાં ક્રિકેટ આટલી લોકપ્રિય રમત હોવા છતાં દિવ્યાંગ ક્રિકેટરોએ આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે આશ્ચર્ય જનક બાબત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકરો દ્વારા આ ખેલાડીઓને સહાયરૂપ થઈ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર દેશ માટે સેવા ભાવે રાષ્ટ્ર સમર્પિત છે ના વિધાનને સાર્થક કરી બતાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button