જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ત્રણ સ્થળોએ યોજાયો જન સંપર્ક કાર્યક્રમ

નાગરીકોએ તેમની સમસ્યાઓના સમાધાનમાં પોલીસ દ્રારા કરવામા આવતા કાર્યોમાં સહયોગ આપવો : જીલ્લા પોલીસડા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તા.૧૦, હાલ વ્યાજખોરીના અનેક બનાવો બની રહ્યા છે, જેને લઈને રેન્જના પોલીસ મહાનીરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીની સુચનાની આધારે જૂનાગઢ શહેરના માંગનાથ રોડ, ગાંધી ચોક અને દાણાપીઠ ખાતે નાગરીકોના પ્રાશ્નને હલ કરવા માટે જન સંપર્ક કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી. પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.જે.પટેલ તથા બી ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એ.શાહ દ્રારા આજરોજ જુનાગઢ શહેરમાં ગાંધીચોક, દાણાપીઠ તેમજ માંગનાથ રોડ ખાતે જન સંર્પક કાર્યક્રમનુ સુંદર આયોજન કરવામા આવેલ હતું.
જેમાં જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી દ્વારા વિવિધ આગેવાનો, વેપારીઓ તેમજ નાગરીકોની વિવિધ સમસ્યાઓ સાંભળી તેના યોગ્ય નિરાકરણ માટેની તેઓને બાહેધારી આપવામા આવી હતી. તે ઉપરાંત નાગરીકોને પણ તેમની સમસ્યાઓના સમાધાનમાં પોલીસ દ્રારા કરવામા આવતા વિવિધ કાર્યોમાં સહયોગ આપવા બાબતે સમજ કરવામા આવી.
જુનાગઢ જીલ્લા પોલીસ દ્રારા નાગરીકોના દ્વારે જઈ તેમની સમસ્યાઓના સમાધાન બાબતે જે ઉતમ કાર્ય કરવામા આવ્યુ તેનાથી સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે, તે વાકય સાર્થક થતુ જણાયું.





