RAJKOTRAJKOT CITY / TALUKO

રાજકોટ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

૭૦ કૃતિઓ નિદર્શન માટે રજૂ કરાઈ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૦૯ જાન્યુઆરી – જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જી.સી.ઇ.આર.ટી. રાજકોટના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા બી.આર.સી. પડધરી આયોજિત જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તા: ૬,૭,૮ જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન યોજાયું હતું.

જેમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા અને ત્રણેય યુ.આર.સી.માંથી પસંદગી પામેલ કુલ ૭૦ જેટલી વિવિધ સંશોધનો રજૂ કરતી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.

પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને વૈજ્ઞાનિક ઢબે મનોરંજન આપવા માટે ૩ ડી શો તેમજ બાળકોને ૧ મિનિટ ક્વિઝ, સેલ્ફી પોઇન્ટ, ટોયઝ મેકિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ અને આકર્ષણો રાખવામાં આવેલ હતા.

આ તકે કૃતિ નિદર્શનમાથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી માટે ૧૦ જેટલા નિર્ણાયકોએ કૃતિ મૂલ્યાંકન કર્યું હતુ તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બ્લોક કક્ષાના વિજ્ઞાનમેળામાં જે કૃતિઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેવા કૃતિઓના બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ મેળામાં જિલ્લાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રદર્શન મેળામાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ.બી.એસ.કૈલા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.જે.ડુમરાળિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.એ.પી.વાણવી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર તેમજ ડાયટ રાજકોટના ઈન્ચાર્જ  પ્રાચાર્ય પ્રજ્ઞાબેન રાદડીયા, લાયેઝન ઓફિસરશ્રી દિપાલીબેન વડગામા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી હિતેશભાઈ સોમૈયા, યોગેશભાઈ ભટ્ટ, તથા રાજકોટ જિલ્લા શિક્ષક સંઘ મહામંત્રી શ્રી જે.બી.આદ્રોજા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર ગોંડલ-વીરેનભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button