RAJKOTUPLETA

રાજકોટ જીલ્લા ની આંગણવાડીઓ મા મંગળદિન ઉજવણી ની રકમ ચૂકવવામા આઇ. સી. ડી.એસ. તંત્ર ના ઠાગાઠૈયા!

મંગળદિન ઉજવણી પણ રકમ ચૂકવવામા અમંગળ?

૧૦ જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી


રાજકોટ જિલ્લામાં આઇ. સી.ડી.એસ. વિભાગ મા કુલ બાર ઘટક કાર્યરત છે તેમા આશરે ૧૩૭૩ આંગણવાડી કેન્દ્રો ચાલે છે આંગણવાડી ઓ મા સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના યોજના મુજબ દર મંગળવારે મંગળ દિન તરીકે ઉજવવામા આવે છે.

અંગત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કે છેલ્લા એક વર્ષથી વધુ સમય થી ઉપર નો સમય વીતી ગયો હોવા છતા મંગળદિન ઉજવણી ના સરકારે નિયત કરેલ બીલો ની રકમ આંગણવાડી ઓ મા ચૂકવણી કરવામા આવી નથી.

પ્રથમ અને ત્રીજો મંગળવાર ઉજવણી ની રકમ જિલ્લા કક્ષા ની કચેરી એ થી નિયમાનુસાર થાતી હોય છે પણ જિલ્લા કક્ષા ના આઇ. સી. ડી.એસ. વિભાગ ના જવાબદાર હિસાબી ક્લાર્ક ની કામ કરવાની પદ્ધતિ કાચબા ગતિ હોવાથી છેલ્લા એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતા મંગળદિન બીલો ની રકમ ચૂકવણી થયેલ નથી.

માનદવેતન પર કામ કરતા આ નાના કર્મચારીઓ આંગણવાડી વર્કરો છેલ્લા એક વર્ષથી વધુ સમય થી પોતાની અંગત રકમ રકમ રોકી મંગળદિન ઉજવણી કરી રહ્યા છે પણ રાજકોટ જિલ્લાના આઇ.સી.ડી.એસ. તંત્ર જાણે આખે પાટા બાંધી ને બેઠુ છે તેમ મંગળદિન ઉજવણી બીલો રકમ ચૂકવવામા આવી નથી આ જોતા એવુ લાગી રહ્યુ છે કે જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારી ની ભાન ભૂલીને બેઠા છે પોતાની જવાબદારી નિભાવી નહીં હોય? જેના કારણે એક વર્ષ થી વધુ સમય વીતી ગયો હશે? કે પછી મંગળદિન ગ્રાન્ટ ની રકમ નહીં હોય તે તો હવે જવાબદાર અધિકારી વિભાગીય નાયબ નિયામક પોતાની જવાબદારી સમજી ને તપાસ કરે તો ઘણી વિગતો બહાર આવશે આ મંગળદિન ઉજવણી છેલ્લા એક વર્ષથી વધુ સમય થી બીલો ની રકમ ના મળતી હોવાથી અમંગળ જેવી લાગી રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button