ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાત્ર ભવનના વિદ્યાર્થીઓ દિવ્યાંગ બાળકોની મુલાકાતે

સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની રોજીંદી પ્રવૃતિઓની અભ્યાસ અર્થે જાણકારી મેળવી : રસોઈ બનાવીને પણ બાળકોને જમાડ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: તા.૯, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાત્ર ભવનના વિધાર્થીઓએ જૂનાગઢના બીલખા રોડ પર આવેલ વિજાપુર ખાતેની અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટની અભ્યાસ અર્થે મુલાકાત લીધી હતી.
સંસ્થામાં કુલ 82 દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. ભવનના વિદ્યાર્થીઓએ બાળકોની રોજીંદી પ્રવૃતિઓની જાણકારી મેળવી હતી અને બાળકોની સમસ્યા જાણવા પણ પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જાતે રસોઈ બનાવીને દિવ્યાંગ બાળકોને પોતાના હાથે પ્રેમપૂર્વક જમાડ્યા હતા.સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર પાસેથી વિદ્યાર્થીઓએ વિસ્તૃત માહિતી મેળવીને અહેવાલ તૈયાર કર્યો હતો.
અતિ ગંભીર દિવ્યાંગોની સેવા એ દુનીયામાં શ્રેષ્ઠ સેવા ગણાય છે તેવું સંસ્થાના દાતાઓ માની રહ્યા છે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ.જયસિંહ ઝાલા, ડૉ. પરાગ દેવાણી, ડૉ.ઋષિરાજ ઉપાધ્યાય, પીએચ.ડી. સ્કોલર્સ, સેમેસ્ટર ૨ અને ૪ ના વિદ્યાર્થીઓ વિગેરે સંસ્થા ખાતે હાજર રહ્યા હતા.





