MAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરમાંથી ચાઈનીઝ દોરી ના ૨૨ ફીરકા પોલીસે ઝડપ્યા.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર…સંતરામપુર  =  અમિન કોઠારી

 

 

 

સંતરામપુર પોલીસ ને મળેલ બાતમી આધારે સંતરામપુર પોલીસે બસસ્ટેન્ડ નજીક આવેલ પતંગ દોરી નું વેચાણ કરનાર વેપારીની દુકાન માં તપાસ કરતાં દુકાન માં મુકેલ ચાઈનીઝ દોરી ના બાવીસ ફીરકા અંદાજીત કિંમત રુપિયા ૬.૬૦૦.ના ઝડપી પાડીયા.

આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ને વેચાણ માટે દુકાન માં મુકેલ હોઈ ને આ દુકાનદારે જાહેર નામા નો ભંગ કરતાં આ વેપારી નામે વિકાસ મહેશ ડબગર રે.સંતરામપુર ની સામે સંતરામપુર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાયઁવાહી કરેલ છે .

સંતરામપુર નગરમાં ને તાલુકામાં પણ ઉતરાયણ નો તહેવાર નજીક આવતો હોઈ આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું ધુમ વેચાણ થતું હોવાનું લોકમુખે ચચાઁઈ રહેલ છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પર્યાવરણવાદી અને માનવતા વાદીઓની લોક અપીલ છે.

[wptube id="1252022"]
Back to top button