ARAVALLIMODASA

અરવલ્લી : શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં હાર્ટફૂલનેસ ઇન્સ્ટીટયુટ ગાંધીનગર દ્વારા ત્રી-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં હાર્ટફૂલનેસ ઇન્સ્ટીટયુટ ગાંધીનગર દ્વારા ત્રી-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી : શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં હાર્ટફૂલનેસ ઇન્સ્ટીટયુટ ગાંધીનગર દ્વારા ત્રી-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.આ ધ્યાન શિબિરમાં શ્રી મુકેશભાઈ બારોટ (સંયોજક, હાર્ટફૂલનેસ ઇન્સ્ટીટયુટ ગાંધીનગર), શ્રી હસમુખભાઈ પટેલ (નિવૃત ઓફિસર, બાગાયત વિભાગ, ગાંધીનગર અને ટ્રેનર), શ્રીમતી અમીબેન (ટ્રેનર, હાર્ટફૂલનેસ ઇન્સ્ટીટયુટ ગાંધીનગર), શ્રી સી.બી.પંડ્યા સાહેબ, શ્રી ઉપેન્દ્રભાઈ જોષી, શ્રી વિનોદભાઈ ભાવસાર, શ્રીમતી દક્ષાબેન ભાવસાર અને શ્રીમતી જ્યોતિબેન પંડ્યા વગેરે હાજર રહી ધો-૧૦ અને ધો-૧૨ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને આગામી બોર્ડ પરીક્ષામાં ઉપયોગી થાય અને ધ્યાન દ્વારા જીવનને સાર્થક બનાવી શકાય તેવી સુંદર માહિતી આપી હતી. આ કાર્યક્રમની પુર્ણાહુતી પ્રસંગે ડુંગરપુર નિવાસી કોપલ ભટ્ટ (ઉ.૧૦ વર્ષ) હાજર રહી આખે પાટા બાંધ્યા હોવા છતાં જુદા જુદા રંગોને ઓળખવા, વાંચન કરવું, જુદા જુદા નંબરો ઓળખવા, ચલણી નોટોની ઓળખ કરવી જેવી ધ્યાન દ્વારા પ્રાપ્ત અદ્ભુત ક્ષમતાઓનો પરિચય કરાવ્યો હતો. આ શિબિરમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના આચાર્યશ્રી એમ.આઈ.જોષી સાહેબ અને સમગ્ર સ્ટાફ હાજર રહી ત્રી-દિવસીય ધ્યાન શિબિરને ખુબ જ સફળ બનાવી હતી.

[wptube id="1252022"]
Back to top button