
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
જી .સી .ઈ .આર .ટી .ગાંધીનગર તથા નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન અબ્રામાં જીઆઇડીસી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયો હતો. 12 વર્ષથી નવસારી જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાની વિભાગ-૧માં કૃતિ “મોબી ગેસ એલર્ટ” જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ કૃતિની વિશિષ્ટતા એ છે કે બાળ વૈજ્ઞાનિકોએ આપમેળે કોર્ડિંગ કરી ગેસ લીકેજ થાય તો જે તે સ્થળ ઉપર એલાર્મ રણકી ઉઠશે, મોબાઈલ પર મેસેજ, વોઈસ કોલ તથા ફાયર ઓફિસમાં ગેસ લીકેજના સ્થળની લોકેશન સેન્ડ થશે. વર્તમાન સમયમાં વારંવાર થતી ગેસ લીકેજની દુર્ઘટના અને જાનહાની કે માલમિલકતને થતા નુકસાન સામે રક્ષણ આપી શકે એવી આ કૃતિને સૌએ ખૂબ જ સરાહના આપી હતી. આ વર્ષ તાજેતરમાં નેશનલ સાન્યસ ફેરમાં પસંદ થયા બાદ શાળાની એન્ટી સ્લીપ એલાર્મ કૃતિ પણ વર્તમાન પરિસ્થિતિમાં ઉઘને કારણે થતા અકસ્માતોને લીધે આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાળ વૈજ્ઞાનિકો વૈભવ લાડ તથા ઓમ પટેલ અને તેમને તૈયાર કરનાર માર્ગદર્શક શિક્ષકો દિગ્પાલસિંહ રાઠોડ અને ફરહીન વછીયાતને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ.રાજેશ્રી ટંડેલ ,સંસ્થાના પ્રમુખશ્રી બળવંતરાય સી.દેસાઈ અને મંત્રીશ્રી જશુભાઈ એમ. નાયક તથા આચાર્યશ્રી સંજયસિંહ પરમાર સાહેબે અભિનંદન સાથે ઝોન કક્ષાએ વિજેતા થવા શુભેચ્છા પાઠવી હતી.