
વિજાપુર આંબલિયાસણ રેલ્વેલાઇનનુ ગેજ પરિવર્તન લાઈનનું વર્ચુઅલી ખાતમુહૂર્ત બાદ હજુ કામગીરી ને લઈને લોકો માં અસમંજસ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની ગાયકવાડ સરકારના સમયે લોકોના ઉપયોગ માટે ચાલુ કરવામાં આવેલી રેલ્વે સેવા ઘણા સમય થી બંધ થયા બાદ રેલબસ ચાલુ કરવામાં આવી હતી જે રેલબસ આબલિયાસણ સુધી જતી હતી જેને વર્તમાન સમયમાં બંધ કર્યા બાદ લોકો ના ઉપયોગ માટે રેલવે લાઇન નુ સિંગલગેજ માંથી બ્રોડગેજ લાઇન નુ પરિવર્તન કરવાનુ ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રેલ્વે મથકે ના પટાંગણ માં ઓનલાઈન રહીને વર્ચુઅલી ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતું જેમાં રેલ્વે સ્ટેશનના મકાન નો પણ જીર્ણોઉદ્ધાર કરવામાં આવશે 415 કરોડ ના ખર્ચે બની રહેલા રેલવે નો ગ્રામ્ય વિસ્તાર તેમજ રાંધેજા અમદાવાદ દિલ્હી મુંબઈ સુધીની લાઈન ચાલુ કરવા ની વાતને ઘણો સમય થવા આવ્યો છે પરંતુ નગરજનો ને હજુ રેલ્વે ની કામગીરી ચાલુ છે કે બંધ એ બાબતે લોકો હજુ અસમંજસ જીવી રહયા છે ત્યારે રેલ્વે વિભાગ દ્વારા આગળ થી કામ ચાલુ છે તેવુ રટણ થયા કરે છે પરંતુ સ્થાનીક રેલ્વે મથકે કોઈ રેલ્વે ચાલુ થાય તેવી કોઈ ગતિવિધિ નહી જણાતા લોકો રેલ્વે કયારે ચાલુ થાય તેની રાહ જોઈ રહયા છે આ અંગે સ્થાનીક યુવા અગ્રણી તનજીલ અલી સૈયદ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે 415 કરોડ ના ખર્ચે રેલ્વે ચાલુ કરવા માટે લોકાર્પણ કર્યા બાદ હજુ કોઈ કામગીરી સ્થાનીક રેલ્વે મથકે જણાતી નથી જેથી અહીં રેલ્વે ની કામગીરી ઝડપી બનાવે તો તાલુકાના વેપારી મથકો નો વિકાસ થાય જો રેલ્વે શરૂ થાય તો શહેરના આધાર સ્થમ્ભ વિસ્તાર ચક્કર ખત્રીકુવા ટીબી તેમજ અહીં રેલવે નજીક આવેલ સ્વામિનારાયણ મંદિરના વિસ્તાર ના આસપાસ ચાલી રહેલા ધંધા રોજગાર વધે બસ ડેપો વિસ્તાર નો પણ વિકાસ થાય તેમ છે જેથી રેલ્વે ની કામગીરી ઝડપી વધે સ્થાનીક રેલ મથક ધમધમતો થાય તે માટે સ્થાનીક લોકો જિજ્ઞાસા પુર્વક રાહ જોઇને બેઠા છે





