GIR SOMNATHPATAN VERAVAL

ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશનના ચેરમેન શ્રી.અનિરુદ્ધસિંહ ઝાલા વેરાવળ કોર્ટે ખાતે પધાર્યા

તા. 3જાન્યુ ના રોજ ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશનના ચેરમેનશ્રી. અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ વેરાવળ કોર્ટે ની મુલાકાતે આવ્યા હતા. તેમજ તેમની સાથે એ.આર.ભટ્ટ કોલેજ ઉનાના કોર્ડીનેટર સિદ્ધાર્થભાઈ ઓજા. તેમજ ગડુ સૌરભ લૉ કોલેજના પ્રિન્સિપાલ શ્રી.તુલસી કુમાર શર્મા સાહેબ, ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ એસ. એન.સવાણી. સાહેબ,અને ખજાનસી મંજુબેન ગોહેલ તથા તેમની બોર્ડિંગના વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત બાર કાઉન્સિલ એસોસિયેશનના ચેરમેન શ્રી. અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબનું નરેન્દ્ર ધોળીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને સર્વે વકીલ મિત્રો હાજર રહ્યા હતા. અને અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબનું ફૂલોથી સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબએ, ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશન વિશે પ્રવચન આપ્યું હતું.ત્યાર બાદ વકીલોના પડતર પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી.

[wptube id="1252022"]
Back to top button