બોડેલી ધોરણ ૮ માં અભ્યાસ કરતો જુની બોડેલીના રામભાઈ બારીયાના ૧૪ વર્ષના કિશોર આયુષનો મૃતદે નર્મદા મેન કેનાલમાંથી મળી આવતા સમગ્ર જુની બોડેલીમાં શોક નું વાતાવરણ.


છોટાઉદેપુર જિલ્લાના જુની બોડેલી ના ૧૪ વર્ષના કિશોરનું મૃતદેહ બોડેલી પાસે આવેલ નર્મદા મેન કેનાલના કોલીયારી ગેટ પાસેથી મળી આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલીના જુની વિસ્તારના અને બોડેલીના શાક માર્કેટમાં ચા નાસ્તાની લારી કરી ગુજરાત ચલાવતા હતા અને ધોરણ આઠમાં અભ્યાસ કરતો ૧૪ વર્ષ છે કિશોર શનિવારની સાંજે મંદિરે જવ છુ કહીને તેના મિત્રોને સાથે નીકળ્યો હતો પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના મિત્રોને પૂછપરછ પણ કરી હતી ત્યારે તેના મિત્રો એખબર નથી તેવું જણાવ્યું હતું આખરે પરિવાર દ્વારા સોધ ખોળ જારી હતી અંતે આજરોજ બોડેલી પાસે આવેલ નર્મદા મેન કેનાલ પાસે કોલીયારી ગેટ પાસે ૧૪ વર્ષના પુત્રની લાશ મળી આવતા તે પરિવારો જાણથતા પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરી હતી ત્યારે બોડેલી પોલીસ ઘટના સ્થળેઆવી હતી અને પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી આ ૧૪ વર્ષના કિશોર ની લાશ બહાર કાઢવામાં આવી હતી મૃત દેહને બોડેલી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









