ARAVALLIMODASA

ACB ની સફળ ટ્રેપ :અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પુરાણી ક્લાર્ક વર્ગ-૩ પ્રાંત કચેરી મોડાસા ને 500 ની નોટ મોંઘી પડી, લાંચ લેતા રંગે હાથે ઝડપાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ACB ની સફળ ટ્રેપ :અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પુરાણી ક્લાર્ક વર્ગ-૩ પ્રાંત કચેરી મોડાસા ને 500 ની નોટ મોંઘી પડી, લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

સમગ્ર ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચાર દૂર થવાનું નામ લેતું ના હોય તેમ તેમ દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર બહાર આવે છે જેમાં સરકારી કર્મચારીઓ પણ જાણે પોતાના પગાર થી વધુ કમાવાની લાલચમાં પોતે ખંડાઈ જતા હોય છે ત્યારે ફરી એક વાર અરવલ્લી જિલ્લામાં સરકારી કર્મચારી ACB નો શિકાર બન્યો અને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો જેમાં અરવલ્લી જિલ્લામાં ક્લાર્ક, વર્ગ-૩ પ્રાંત કચેરી મોડાસા, જી.અરવલ્લી ખાતે ફરજ બજાવનાર રોહિતકુમાર લક્ષમણભાઈ પુરાણી પોતે ACB ના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા ત્યારે સરકારી કચેરીઓ માં અધિકારીઓ અને કર્મચારીઓ માં ફફડાટ જોવા મળ્યો હતો .જેમાં કામના ફરીયાદીએ પાક રક્ષણ પરવાનો રિન્યુ કરવા માટે પ્રાંત કચેરી, મોડાસા ખાતે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઈન અરજી કરેલ પરંતુ આરોપી ક્લાર્કએ ફરિયાદી નું કામ કરી આપવા માટે લાંચ પેટે રૂ.500/- માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ.જે ફરીયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ભ્રષ્ટાચાર આચરી ગુનો કર્યો હતો જેમાં આરોપીને એ.સી.બી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ટ્રેપીંગ અધિકારી તરીકે શ્રી એચ. પી. કરેણ, પો.ઈન્સ.તેમજ અરવલ્લી એ.સી.બી.પો.સ્ટે. મોડાસા સહીત સુપરવિઝન અધિકારી શ્રી એ. કે. પરમાર તેમજ મદદનીશ નિયામક,ગાંધીનગર એ.સી.બી. એકમ.ને સફરતા હાથ લાગી હતી

આરોપી

(૧) રોહિતકુમાર લક્ષમણભાઈ પુરાણી, ક્લાર્ક, વર્ગ-૩ પ્રાંત કચેરી મોડાસા, જી.અરવલ્લી,,,લાંચની માંગણીની રકમ:500 રૂપિયા

[wptube id="1252022"]
Back to top button