
હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારામાં આર્ય વિદ્યાલયમ ખાતે આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ.
તેમાં બાળકો દ્રારા શિક્ષકો અને વાલીગણના સહિયારા પ્રયાસથી બાળકો નાનપણ થી બધાજ શાકભાજી અને ઋતુ અનુસાર ફળની ઉપયોગ રોજીંદાજીવનમાં અપનાવે . ખોરાકમાં શાકભાજી તથા ફળનો ઉપયોગ વધુ કરે તેવા હેતુથી દરરોજ દરેક ધોરણના બાળકો દ્રારા નાટકો, એકપાંત્રીય અભિનય તથા અભિનયગીત દ્રારા સુંદર રજુઆત કરવામાં આવેલ. લીલી હળદર વિશે ખૂબ સરસ સ્પીચ રજૂ કરવામાં આવેલ સાથે સાથે બધાજ બાળકોને લીલીહળદર ખવડાવીને તેનું ઔષધીય ગુણની પણ જાણકારી આપવામાં આવી.

મોરબીના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત ડૉ.મનીષ સનારીયાસર દ્રારા કોરોના વાયરસની અગમ ચેતીના ભાગરૂપે વિશ્વ મહામારી કોરોના વિશે પણ સમજ આપવામાં આવી.સાથે સાથે ઉત્તમ દિનચર્યા અને ગુડ હેબીટ અને બેડ હેબીટ વિશે બાળકોને ઉપયોગી ચિત્ર , વિડીયો માધ્યમથી સેમિનાર રાખવામાં આવેલ.
*આ તકે સંસ્થાના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા દ્રારા ડોક્ટરનો સમાજ ઉપયોગી કાર્યને બિરદાવેલ.
આર્ય વિધાલયમ્ હમેંશા ઉત્તમ શિક્ષણની સાથે ઉત્તમ જીવન મૂલ્યનું ઘડતર કરતી સંસ્થા છે.









