
પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે આજે સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી માલગાડીએ ટક્કર મારી હતી.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આજ સવારે એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો છે. રંગાપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ પાછળથી ટક્કર મારતા ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું છે.આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્તા થયા છે.
આ અકસ્માત કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળ 3 બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. એક બોગી બીજી બોગી ઉપર આવીને હવામાં લટકતી જોવા મળી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનામાં સૌથી વધુ નુકસાન 3 બોગીઓને પહોંચ્યું છે. ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહૌલ જોવા મળી રહ્યો છે. બોગીમાંથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. રેસ્કયુ ટીમ તમામ લોકોને બહાર કાઢી રહી છે.
આ અકસ્માત પર પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવાથી એક દુખદ રેલ દુર્ઘટના વિશે જાણકારી મળી છે. કંચનજંગા એક્સપ્રેસને એક માલગાડીએ ટક્કર મારી છે.
આ અકસ્માત પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું બચાવ કામગીરી શરુ છે. રેલવે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સાથે મળી રેસક્યુ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. રેલવે મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. ઈજાગ્રસ્તોના પરિવારજનો 033-23508794, 033-23833326 પર કોલ કરી મદદ લઈ શકે છે.










