JETPURRAJKOT

Rajkot: રક્તદાતા દિવસને વધાવતા રાજકોટવાસીઓ – ૨૧૫ બોટલ એકત્રિત કરી “રક્તદાન એજ જીવનદાન”ના સુત્રને સાર્થક કર્યું 

તા.૧૪/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રશાસન દ્વારા રાજકોટ સિવિલના લાભાર્થે એઈમ્સ, જૂની કલેકટર કચેરી, મેટોડા, પંચનાથ હોસ્પિટલ સહીત પાંચ સ્થળોએ યોજાયો રક્તદાન કેમ્પ

રાજકોટ ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાએ રક્તદાન કરીને અન્યોને રક્તદાન કરવા પ્રેરણા આપી

Rajkot: “વિશ્વ રક્તદાતા દિવસ-૧૪ જૂન”ની થીમ “રક્તદાનની ઉજવણીના ૨૦ વર્ષ: રક્તદાતાઓનો આભાર!” સાથે રાજકોટ શહેરવાસીઓએ “રક્તદાન એ જીવનદાન”ના સુત્રને ચરિતાર્થ કર્યું હતું. આ અવસરે સ્વસ્થ સમાજના નિર્માણ માટે જિલ્લા પ્રશાસન દ્વારા રાજકોટ સિવિલના લાભાર્થે રાજકોટ શહેર ખાતે એઈમ્સ, જૂની કલેકટર કચેરી, મેટોડા, પંચનાથ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયા હતા.

આ રક્તદાન કેમ્પનું આયોજન સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે કલેકટર શ્રી પ્રભવ જોશીએ ઉપસ્થિત રહી સરકારી કર્મચારીઓ સહીત આમ જનતાને રક્તદાન કરવા અપીલ કરી હતી, જયારે પંચનાથ હોસ્પિટલ ખાતેના રક્તદાન કેમ્પમાં ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાએ ભાગ લઈને લોકોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા.

સિવિલ બ્લડ બેન્કના અધિકારીશ્રીના જણાવ્યાં મુજબ પંચનાથ હોસ્પિટલ ખાતે ૮૦, એઈમ્સ ખાતે ૬૦, મેટોડા ખાતે ૩૯, જૂની કલેકટર કચેરી ખાતે ૨૪, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ૧૨ એમ કુલ મળીને ૨૧૫ લોકોએ રક્તદાન આપી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. આ ૨૧૫ રક્તભરેલી બોટલ સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકમાં જમા કરવામાં આવી હતી. જે સિવિલ ખાતે ઘાયલ જરૂરિયાતમંદ દર્દીઓ, સગર્ભા તેમજ થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button