GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા મીતાણા ચોકડી નજીકથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો
TANKARA:ટંકારા મીતાણા ચોકડી નજીકથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો
મોરબી એસઓજી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે ટંકારાની મીતાણા ચોકડી નજીકથી એક યુવકને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એસઓજી ટીમને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ટંકારાના મીતાણા ચોકડી નજીક વાલાસણ જવાના રસ્તેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરના દેશી હાથ બનાવટના તમંચા સાથે વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશાને ઉવ.૨૪ રહે.હાલ ઇબીજા વાંકાનેર હાઇવે ભાયાતી જાંબુડીયા ગામ મૂળરહે. મોરબી વજેપર શેરી નં ૨૩ ને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ એસઓજી પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








