MORBI:મોરબીમાં લીલાપર કેનાલ રોડ પાસે અજાણી યુવતીના મૃતદેહ મામલે હત્યાનો: ગુન્હો નોંધાયો

MORBI:મોરબીમાં લીલાપર કેનાલ રોડ પાસે અજાણી યુવતીના મૃતદેહ મામલે હત્યાનો: ગુન્હો નોંધાયો
મોરબીમાં બ દિવસ પૂર્વે લીલાપર કેનાલ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાકની નીવહીથી અજાણી ૨૫ થી ૪૦ વર્ષની ઉંમરની અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યાની ઘટના બનવા પામી હતી. જે યુવતીના મૃતદેહને ફોરેન્સીક પીએમમાં યુવતીનું ગળુ દબાવી મોત નિપજવ્યાંનું સામે આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ દ્વારા ફરિયાદી બની અજાણ્યા વ્યક્તિ સામે આઇપીસી ૩૦૨ કલમ હેઠળ ગુનો દાખલ કરી અજાણી યુવતીની અને તેનું મોત નિપજાવનારની ઓળખ મેળવવા અલગ અલ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.આર.જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૦/૦૬ના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાલા નીચેથી આશરે ૨૫ થી ૪૦ વર્ષની વય ધરાવતી અજાણી યુવતીનો મૃતદેહ હોવાની જાણ પોલીસ મથકમાં થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અજાણી યુવતીના મૃતદેહનું પ્રાથમિક પંચનામું કરી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હોય, જ્યાંથી ફોરેન્સિક પીએમમાં યુવતીનું ગળુ દાબવાથી મોત થયાનું સામે આવ્યું હતું. હાલ અજાણી યુવતીની હજુ ઓળખ થઇ નથી ત્યારે પોલીસે બનાવ અંગે અજાણ્યા આરોપી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવંશી હાટ ધરી છે.