ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકામાં તલાટીઓની અછત, 50 ગ્રામપંચાયતમાં માત્ર 32 તલાટીઓ અને 18 ગ્રામપંચાયત ચાર્જમાં ચાલી રહી છે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં તલાટીઓની અછત, 50 ગ્રામપંચાયતમાં માત્ર 32 તલાટીઓ અને 18 ગ્રામપંચાયત ચાર્જમાં ચાલી રહી છે

હાલ પ્રગતિશીલ ગુજરાતમાં જો મોટી સમસ્યા હોય તો તે છે બેરોજગારી જેના કારણે હાલ પણ કેટલાય લોકો ભણેલા હોવા છતાં રોજગારી માટે તરસી રહ્યા છે અને સામે સરકારી ખાતમાં કર્મચારીઓ ની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે તેની સામે ભરતી થતી નથી ત્યારે વાત છે ગુજરાતનાં ગ્રામપંચાયત ની જ્યાં લોકોની સમસ્યા થી લઈને વિવિધ યોજનાઓ પોહચાડવા માટે ગ્રામપંચાયત મારફતે લોકો સુધી પોહચાડવામાં આવે છે ગ્રામ પંચાયત નો વહીવટ સરપંચ થી લઇ ને તલાટીક્રમ મંત્રી દ્વારા સંભારવામાં આવે છે પણ આજે કેટલીય પંચાયતો તલાટી વિના ચાલી રહી છે

અરવલ્લી જિલ્લા ના વિવિધ તાલુકા સહીત વાત કરીએ તો મેઘરજ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં હાલ માત્ર 32 જેટલી ગ્રામ પંચાયતમાં કાયમી તલાટીની નિમણુંક છે જયારે બાકીની 18 ગ્રામપંચાયત માં કેટલાક તલાટીને બે બે પંચાયત નો ચાર્જ આપી હાલ પંચાયત નો વહીવટ ચાલી રહયો છે બીજી તરફ કેટલીક પંચાયતમાં સરપંચ ની ચૂંટણી ન થતા ત્યાં તલાટી ને વહીવટદાર તરીકે મુકવામાં આવે છે તલાટી ની અછત વચ્ચે હવે તલાટીઓને કામ કરવું તો કયું કામ કરવું જેવી પરિસ્થિતિ ઉત્પન થઇ છે ત્યારે ઝડપથી તલાટી ની જગ્યાઓ ભરી અન્ય તલાટીઓ પરનો ભાર ઓછો કરવામાં આવે તે જરૂરી છે બીજી તરફ તલાટી ચાર્જ માં હોવાથી કેટલીક ગ્રામ પંચાયતમાં સમય સર તલાટી ફરકતા નથી તો કેટલીક વાર આવતા પણ નથી જે વાતો પણ ચર્ચાઈ રહી છે હાલ મેઘરજ તાલુકામાં ગ્રામપંચાયતમાં સરપંચ ન હોવાથી તલાટી ને વહીવટદાર તરીકે મુકવામાં આવ્યા છે જ્યાં સમયસર તલાટીઓ ફરકતા નથી અને પંચાયતો બંધ રહે છે કોઈ અરજદાર ને જરૂરિયાત ઉભી થઇ હોય અને કામ માટે પંચાયતમા આવે તો ગ્રામ પંચાયત તારાચંદ ની માફક બંધ જોવા મળે છે અને અરજદાર ને રાહ જોઈ બેસી રહેવું પડતું હોય છે ત્યારે આવી ગ્રામપંચાયતમાં પણ તાલુકા વિકાસ અધિકારી આકસ્મિત મુલાકાત લે તે પણ જરૂરી છે તો હકીકત ની પરિસ્થિતિ થી વાકેફ થાય

[wptube id="1252022"]
Back to top button