MORBI:મોરબીના સોખડા અને નવાગામ વચ્ચે રેતીચોરી ઉપર ખાણ ખનીજ વિભાગ ખાનગી વાહનોમાં જઈ દરોડા પાડ્યા

MORBI:મોરબીના સોખડા અને નવાગામ વચ્ચે રેતીચોરી ઉપર ખાણ ખનીજ વિભાગ ખાનગી વાહનોમાં જઈ દરોડા પાડ્યા
મોરબીના સોખડા અને નવાગામ વચ્ચે મચ્છુ નદીના પટ્ટમાં બેફામ રેતીચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચનાને પગલે રવિ કણસાગર, રાહુલ મહેશ્વરી, મિતેષ ગોજીયા સહિતની ટીમે દરોડો પાડતા રેતી ચોરી કરી રહેલા દોઢ કરોડથી વધુ કિંમતના અલગ અલગ ચાર વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા

વધુમાં નવાગામ અને સોખડા વચ્ચે મચ્છુ નદીના પટ્ટમાં રેતીચોરી સબબ ખાણ ખનીજ વિભાગની ટીમે એક એક્સેવેટર મશીન, ડમ્પર ટ્રક નંબર જીજે -03 – બીડબ્લ્યુ – 8591, જીજે -10 – ટીવાય – 1100 અને ટ્રક ડમ્પર નંબર જીજે -03 – બીવાય – 5015 સહિત દોઢ કરોડના વાહનો કબ્જે કરી પોલીસ મથકમાં જમા કરાવી દંડનીય કાર્યવાહી કરી રેતીની કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલુ છે.