MORBI:મોરબીમાં દોઢ માસ પૂર્વે થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર ઇસમો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી

MORBI:મોરબીમાં દોઢ માસ પૂર્વે થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર ઇસમો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર ચાર શખ્સોએ ફિલ્મી ઢબે કારમાં તલવાર સાથે ધસી જઈ જુના ઝઘડાના ખારમાં જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝ પાછળ રહેતા સંગીતાબેન વિનોદભાઈ શિરોયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંશવતા જણાવ્યું હતું કે, તેમના દિયર રાહુલ અને તેના મિત્ર વિશાલને દોઢેક માસ પૂર્વે આરોપી આરીફ અબ્દુલભાઇ મિયાણા સાથે ઝઘડો થયેલ હોય તે વાતનું મનદુઃખ રાખી આરોપી આરીફ અબ્દુલભાઇ મિયાણા, ઇકબાલ, અલ્તાફ અને સાગીર નામના શખ્સો તા.7ની રાત્રીએ ફોરવ્હીલમા સંગીતાબેનના ઘેર ધોકા, તલવાર સાથે ધસી આવ્યા હતા અને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.