MORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબીના ધુળકોટ ગામે  ખેતરમાં માટીનો ઢગલો કેમ કરેલ છે’ તે બાબતનો ખાર રાખી બે પરીવાર બાખડ્યા, સામસામી ફરિયાદ નોંધાઈ

Morbi:મોરબીના ધુળકોટ ગામે  ખેતરમાં માટીનો ઢગલો કેમ કરેલ છે’ તેમ કહી તે બાબતનો ખાર રાખી બે પરીવાર બાખડ્યા, સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ધુળકોટ ગામે ખેતરનું ધોવાણ ન થાય તે માટે માટીનો ઢગલો કર્યો હોય જે બાજુમાં ખેતરમાં જવા માટેના વર્ષો જુના માર્ગને અવરોધ ઉભો થાય હોય જે બાબતે બે પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી બાદ લાકડીઓ વડે હુમલો કરાયો હતો. બનાવમાં બંને પરીવારના છ સભ્યો નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારે બંને પક્ષો દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને પરિવારના સભ્યો સામે માર મારવાની તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા રાકેશભાઇ મનસુખભાઇ ચોટલીયા ઉવ.૩૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી દીનેશભાઇ મનજીભાઇ વાઘેલા, નટુભાઇ મનજીભાઇ વાઘેલા તથા મુળીબેન મનજીભાઇ વાઘેલા રહે બધા ધુળકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી રાકેશભાઈએ ભાગવુ રાખેલ ખેતરમાં માટીનો ઢગલો કરેલ હોઇ જે ‘માટીનો ઢગલો કેમ કરેલ છે’ તેમ કહી તે બાબતનો ખાર રાખી આરોપી દિનેશભાઇ અને આરોપી નટુભાઈએ રાકેશભાઈ તથા તેના દાદાજી રવજીભાઇ જીવાભાઇ ચોટલીયાને લાકડી વડે મારમારી રવજીભાઇના હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરી ગાળો આપી તેમજ આરોપી મૂળીબેને રાકેશભાઈના કાકી હંસાબેનને ઢીકાપાટુ મારી ગાળો આપી ગુનામાં એકબીજાની મદદગારી કર્યાંની ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષે મોરબી તાલુકા ધુળકોટ ગામે રહેતા મૂળીબેન મનજીભાઇ વાઘેલાએ આરોપી તરીકે રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયા સામે ફરિયાદ નોંધાવી કે મૂળીબેન વાઘેલાએ આરોપી રાકેશભાઈને કહ્યું કે ‘અમારા ખેતરમાં જવાનો રસ્તો કેમ બંધ કરેલ છે’ તેમ કહેતા આઇઓપી રાકેશભાઈએ આ બાબતનો ખાર રાખી મૂળીબેન સાથે બોલાચાલી કરી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડી ગાળો આપી લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આઇઓપી રાકેશભાઈ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button