ARAVALLIMEGHRAJ

સાહેબો તમને તો પાણી મળશે, અબોલા પશુઓનું શું.?મેઘરજ તાલુકાના ખેરાઈ, વસઈ, ભેમાપુર સહિતના ગામોમાં પીવાના પાણી માટે પોકાર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાહેબો તમને તો પાણી મળશે, અબોલા પશુઓનું શું.?મેઘરજ તાલુકાના ખેરાઈ, વસઈ, ભેમાપુર સહિતના ગામોમાં પીવાના પાણી માટે પોકાર

મેઘરજ તાલુકાના ખેરાઈ, વસઈ, ભેમાપુર સહિતના ગામોમાં પીવાના પાણી માટે પોકાર,છેવાડાના ગામોમાં પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે ઉનાળો આવે છે અને પાણીની સમસ્યાઓ ઉદભવે છે અને એમાં પણ જે છેવાડાના ગામો આવેલ છે ત્યાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે મેઘરજ તાલુકામાં હાલ પણ વિકાસ રાહ જોઈને બેઠો હોય તેવી રીતે પાણી માટેની સમસ્યા જોવા મળી રહી છે અને તંત્રના માણસો એસી ની હવા ખાવામાં મસ્ત હોય તેવું લાગી રહયું છે આમ જનતા વાત કરે તો કોને કરે કેમ કે હવે અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ થી લઇ જવાબદાર તંત્ર પણ સાંભરતું નથી છેવટે સમસ્યા થી ઘેરાયેલ આમ જનતા વિડિઓ વાયરલ કરી સમસ્યાને તંત્ર સુધી પોંહચડાવા વિડિઓ વાયરલ કરી રોષ ઠાલાવ્યો હતો વાત છે મેઘરજ તાલુકાની

મેઘરજ તાલુકાના છેવાડામાં આવેલ ગામો ખેરાઈ, વસઈ, ભેમાપુર સહિતના ગામોમાં પીવાના પાણી માટે ઉનાળા ની ગરમીમાં પાણીના પોકાર,જોવા મળ્યા છે છેવાડાના ગામોમાં પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે લોકો મહિલાઓ દૂર દૂર બે કિલોમીટર સુધી ચાલી ને પીવાનું પાણી ભરવા ગ્રામજનો મજબૂર બન્યા છે ખેડૂતો હાલ ગોમોમાં પશુપાલકો ને પીવાના પાણી વગર પડી રહી છે મુશ્કેલીઓ નેતાઓ માત્ર વોટ લઈને પાંચ વર્ષ સુધી છું મંતર થઈ જતાં હોવાનો ખેડૂતો નો આક્ષેપ છે ત્યારે તંત્ર ને જગાડવા માટે ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી રોષ ઠાલાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button