
MORBI:મોરબી રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળેલ કે કુલીનગર-૧માં સુનિલભાઈ ભરતભાઈ અગેચાણીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મુજબની બાતમી મળતા તુરંત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. ત્યારે રેઇડ દરમિયાન મકાનમાં તપાસ હાથ ધરતા વિદેશી દારૂ વ્હાઇટ લેસ વોડકાની ૬ નંગ બોટલ કિ.રૂ.૧,૮૦૦/-મળી આવી હતી. આ સાથે આરોપી સુનિલભાઈ ભરતભાઈ અગેચાણીયા ઉવ.૨૬ હાલ રહે.મોરબી વીસીપરા કુલીનગર-૧ રમેશ કોટન મીલ મૂળરહે. મોરબી વીસીપરા કુલીનગર-૨ ની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








