GIR SOMNATHKODINAR

સરકારી આઇ.ટી.આઇ કોડીનાર મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન, નેહરુ યુવા કેન્દ્ર કોડીનારના સંયુક્ત ઉપક્રમે ઓદ્યોગિક તાલીમ સંસ્થા કાજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવા માં આવી તેમજ છાત્રોને વુક્ષો નું જતન કરવું તેમજ તેની જાળવણી કરવી તેવો મેસેજ આપવામાં આવ્યો .તેમજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે છાત્રો પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે દરેક એક વુક્ષ તો રોપવું જ જોયે.તેમજ આ દિવસ ઉજવવાનો હેતુ તેમજ તેની જાળવણી,તેમજ વુક્ષ આપણા મિત્રો છે.જેવા સ્લોગનો આપ્યા. તેમજ પર્યાવરણ રક્ષણ માટેના અધિકારો ,વિશે સમજવામાં આવ્યા.
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ કે.એમ પરમાર માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ મકવાણા, મોહિત દેસાઇ, કુંજલ સોલંકી,ત્રિનેત્ર ફાઉન્ડેશનના સભ્ય સેજલ ચુડાસમા તેમજ એન વાય એસ કે દિવ્યા મકવાણા તેમજ આચાર્યશ્રી તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button