MORBI:મોરબીમાં પરણીતા મહિલા સાથે આડા સંબંધ રાખવા અંગે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

MORBI:મોરબીમાં પરણીતા મહિલા સાથે આડા સંબંધ રાખવા અંગે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો
મોરબીના પંચાસર રોડ પાસે નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં વનરાજ નોકરી કરતો હતો.વનરાજ હુંબલ નામના શખ્સે શેઠના પત્ની સાથે આડા સંબંધો રાખ્યાની જાણ શેઠને થઈ જતા નોકરીમાંથી કાઢી મુક્યો હતો.બાદમાં પણ તેને પરણીતા મહિલા સાથે આડા સંબંધ રાખ્યા હતા.બાદમાં પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે આરોપી વનરાજભાઈ હુંબલ, હુશેનભાઈ અને જગાભાઈ એ તે નરેન્દ્રસિંહ ને ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારી મુંઢ ઈજા કરી અને વનરાજભાઈ હુંબલે તેને હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીના ભાગે મારી જાણથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ એ ત્રણ શખ્સો સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરી





