MEHSANAVIJAPUR

વિજાપુર કોલવડા ના ખેત મજુરે ખેડૂતે ઉપાડના પૈસા પરત માંગતા માર મારતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

વિજાપુર કોલવડા ના ખેત મજુરે ખેડૂતે ઉપાડના પૈસા પરત માંગતા માર મારતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસે દવાખાના માંથી વર્ધિ લઈ મજુર ના નિવેદન આધારે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કોલવડા ગામે રહેતા ખેતમજૂરે ખેડૂત પાસેથી મજૂરી કરી પૈસા વસૂલ કરી આપશે કહી લીધેલા પૈસા પરત નહિ આપી શકતા ખેડૂતે મજૂર ઉપર ઉશ્કેરાઈ જતા ધમકાવી ગડદા પાટુ મારમારી ગાળી ગલોચ કરતા ઉપાડ ના લીધેલા રૂપિયા 3000 પરત નહીં આપી શકવાના આવતા વિચારના કારણે મજુરે કુકરવાડા કામે જવાનું કહી ઘેર પરત આવી ઉધઈ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો હતો પોલીસે દવાખાને મળતી વર્ધિ લઇ ને પોલીસ મથકે ફરીયાદ નોંધી છે આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી વિગતો મુજબ કોલવડા ગામે રહેતા ગોવિંદભાઈ ઉર્ફે ટીડો ગીધા ભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે રહીને ખેતી ની મજૂરી કરી ગુજરાન ચલાવે છે.તેઓ અગાઉ અવિનાશ ભાઈ પટેલના ખેતરમાં મજૂરી કરતા હતા. ગોવિંદભાઇ વાઘરી ને પૈસા જરૂરિયાત હોઈ અવિનાશ ભાઈ ઉર્ફે ભૂરો જયંતી ભાઈ પટેલે ગોવિંદભાઇ મજુરી કરતો હોઈ ઉપાડ પેટે રૂપિયા 3000/-આપેલા જે પૈસા પરત નહિ કરી ખેતર માં મજુરી માટે પણ નહીં આવતા અવિનાશ ભાઈએ ઉપાડ પેટે ના પૈસા પરત માંગ્યા હતા જે પૈસા હાલ નહીં આપી શકુ તેમ કહેતા અવિનાશ ભાઈએ ઉશ્કેરાઈ જઈ ધમકી આપી ગડદાપાટુ નો માર માર્યો હતો.ઝઘડો કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગોવિંદભાઇ વાઘરીએ ઘરે કુકરવાડા કામે જાઉં છુ કહી નીકળી ગયા હતા મજુરી કરતા ગોવિંદભાઇ વાઘરી ને ઉપાડ ના પૈસા પરત નહીં આપી શકશે તેવો વિચાર આવતા ઘેર આવી ઉધઈ મારવા ની ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તબીયત સ્ટેબલ થતા પોલીસ ને દવાખાના માંથી વર્ધિ મળતા પોલીસ સ્થળ ઉપર પોહચી ગોવિંદભાઇ વાઘરીના નિવેદન આધારે અવિનાશ ભાઈ પટેલ સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button