MORBi:મોરબીમાં ફાયર સેફટીની સુવિધા ના હોવાથી રવાપર રોડ પરના 11 કોમ્પ્લેક્ષને નોટીસ ફટકારવામાં આવી

MORBi:મોરબીમાં ફાયર સેફટીની સુવિધા ના હોવાથી રવાપર રોડ પરના 11 કોમ્પ્લેક્ષને નોટીસ ફટકારવામાં આવી
રાજકોટના ગેમઝોન અગ્નિ કાંડ બાદ જાગેલી સરકારે રાજ્યના પાલિકા અને મહાનગરપાલિકાઓ શહેરમાં શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષોમાં ફાઇયર એનઓસી અંગે ચકાસણી કરવાના આદેશ આપતા મોરબી પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલોમાં ચેકીંગ કર્યા બાદ આજથી ટ્યુશન ક્લાસ અને કોમ્પલેક્ષોમાં ચેકીંગ શરુ કર્યું આજ રવાપર રોડના (11 )જેટલા કોમ્પ્લેક્ષોને નોટિસ ફટકારી
મોરબીમાં પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલોમાં ચેકીંગ કરી ચાર જેટલી હોસ્પિટલો અને એક જીમનેં સીલ કરી અનેક હોસ્પિટલોને નોટિસ આપ્યા બાદ આજથી ટ્યુશન ક્લાસીસો અને કોમ્પલેક્ષોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે રવાપર રોડમાં નીલકંઠ શાળાથી લઈને પાલિકાની હદમાં આવતા કોમ્પ્લેક્ષોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટાભાગના કોમ્પલેક્ષોમાં ફાયર એનઓસી ન જોવા મળતા બોમ્બે માર્કેટ, એમ.એમ. પ્લાઝા, માનવ પ્લાઝા, ગીતા કોમ્પ્લેક્ષ, સતનામ કોમ્પ્લેક્ષ સહિતના(11)જેટલા કોમ્પ્લેક્ષોને નોટિસ ફટકારી ફાયર સેફટી અંગેની બે દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું