MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રફાળેશ્વર નજીક ટ્રકે ૧૦૮ સહીત ચાર વાહનને ઠોકરે ચડાવ્યા 

MORBI:મોરબીના રફાળેશ્વર નજીક ટ્રકે ૧૦૮ સહીત ચાર વાહનને ઠોકરે ચડાવ્યા

Oplus_0

મોરબીના રફાળેશ્વર ગામ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ કટ પાસેથી ટર્ન લેવા સરકારી ૧૦૮ સહિતના કુલ ચાર વાહનને પુરપાટ ગતિએ આવતા ટ્રકે હડફેટે લઇ અકસ્માતની હારમાળા સર્જી હતી. જયારે અકસ્માતની આ ઘટનામાં સદ્નસીબે કોઈને ઈજાઓ પહોચી ન હતી પરંતુ તમામ વાહનોમાં નાના-મોટી નુકસાની થયાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક રેઢો મૂકી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માત મામલે સરકારી વાહન ૧૦૮ના ચાલક દ્વારા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Oplus_0

મળતી માહિતી અનુસાર મૂળ પોરબંદર જીલ્લાના છાંયા ગામના રહેવાસી હાલ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હિમાલય પ્લાઝાની દુકાન નં.૬ માં રહેતા સરકારી વાહન ૧૦૮ના પાયલોટ દીપકભાઇ પરબતભાઇ વાંજા ઉવ-૩૧એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. જીજે-૩૬-ટી-૨૪૭૨નો ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી કે આરોપી ટ્રકના ચાલકે પોતાના હવાલાની ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારીથી ભયજનક રીતે ચલાવી રફાળેશ્વર નજીક હાઇવે રોડ ઉપર વળાંક લેવા વળવા માટે ઉભેલી બલેનો કાર નંબર જીજે-૧૦-ડીજે-૨૨૫૮ના ચાલક પરેશભાઇ કાન્તીલાલ ગાંભવા રહેવાસી જામ દૂધઇ વાળાની તથા હોન્ડા અમેઝ કાર નંબર જીજે-૦૧-આરડી-૪૭૦૫ના ચાલક જ્યંતીલાલ પોપટભાઇ દેત્રોજા રહેવાસી મોરબી વાળાની, તેમજ જયભાઇ ધરમશીભાઇ પનારા રહેવાસી મોરબી વાળાની કીયા સોનેટ કાર નંબર જીજે-૩૬-એએલ-૨૮૨૪ વાળાઓની કારોને એક પછી એક પાછળ થી હડફેડમાં લઇ નાનુ મોટુ નુકશાન કરી બાદ સરકારી ટાટા વીંગર ૧૦૮ એમ્બ્યુલન્સ રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૮-જીબી-૨૫૬૯ વાળીને પાછળથી હડફેટમાં લઇ ખાલી સાઇડમાં પાછળથી આગળ સુધી પતરાની બોડીમાં બારીમાં ઘોબા ઘસારા તથા લાઇટ તોડી નાંખી નુકશાન પહોંચાડી પોતાના હવાલાની ટ્રક રોડ ઉપર રેઢી મુકી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી નાશી જઇ ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી કેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

[wptube id="1252022"]
Back to top button