અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: જળ સંચય યોજના નામે મોટા પાયે ગેરરીતિ, તલાટી એ મોડાસા TDO અને પોલીસમાં લેખિત અરજી કરી
જળ સંચય યોજના નામે મોટા પાયે ગેરરીતિ મામલે માટી ખનન કરી નુકશાન કરનાર સામે કાર્યવાહી કરવા તલાટી એ મોડાસા TDO અને પોલીસમાં લેખિત અરજી કરી જે સોશિયલ મીડિયા મારફ્તે જાણવા મળ્યું હતું ત્યારે અરવલ્લી જિલ્લામાં હજુ નકલી કચેરી બાબતે ઘણા સવાલો ઉભો છે ત્યાં જળ સંચય યોજના નામે મોટા પાયે ગેરરીતિ નો મુદ્દો ઉભો થયો છે
મોડાસાના ડુગરવાડા અને સાકરીયા ગ્રામ્ય પંચાયત વિસ્તારમાંની હદમાં આવેલ સાગવા તળાવને જળ સંચય યોજના અંતર્ગત ઉંડું કરવા સાકરીયા ગ્રામ પંચાયત દ્વારા 26 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવેલ ઠરાવ બાદ સિંચાઈ વિભાગે મંજૂરી આપી હશે.પરંતુ ડુગરવાડા ગ્રામ પંચાયત વિસ્તારનું સાગવા તળાવ તથા ગૌચરની જમીનમાં અજાણ્યા ઈસમો દ્વારા ગ્રામ પંચાયત ની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવ્યું હોવાનું, ડુગરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ધ્યાને આવતા ગત તા.23 મે ના રોજ વહીવટદાર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરાવતા,માટીનું મોટા પ્રમાણ માં ખનન થયું હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવતા,મોડાસા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખિત જાણ કરવામાં આવી છે.ડુગરવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સાગવા વિસ્તારના તળાવ તથા ગૌચરની અંદર અજાણ્યા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરી મોટા પ્રમાણમાં નુકશાન કરવા બાબતે તાત્કાલિક ધોરણે માટી ચોરી કરતા ઈસમો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ અધિકારીને પર લેખિત અરજી કરી વિનંતી કરવામાં આવી છે.સાકરીયા ગ્રામ પંચાયત હદના સર્વે નં 262નું તળાવ જળસંચય યોજના હેઠળ ઊંડું કરવા ઠરાવ કરવામાં આવ્યો છે પરંતુ આ વિસ્તારમાં ગેરરીતિ ના આક્ષેપો થઈ રહ્યા છે.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.








