MEHSANAVIRPUR

વિજાપુર રાજવી સોસાયટી રહેતા મહિલાએ કરેલ આત્મહત્યાના બનાવમાં આરોપીઓએ મૂકેલી જામીન અરજી મંજૂર કરાઈ

વિજાપુર રાજવી સોસાયટી રહેતા મહિલાએ કરેલ આત્મહત્યાના બનાવમાં આરોપીઓએ મૂકેલી જામીન અરજી મંજૂર કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાજવી સોસાયટી ખાતે રહેતા બીનાબેન રાવલે બે માસ અગાઉ સાસરીયાના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. જે અનુસંધાન માં પોલીસે ત્રણેય આરોપીઓ ઘનશ્યામભાઈરાવલ તેમજ આરતીબેન રાવલ તેમજ મૃતક મહિલાના પતિ હરેશભાઇ રાવલ ની અટકાયત કરવામાં આવી હતી.જોકે મૃતક મહિલા ના બાળકોની સંભાળ હરેશભાઇ તેમજ આરતીબેન તેમજ બાળકો ના દાદા ઘનશ્યામભાઈ રાવલ રાખતા હોવાથી તેમજ મૃતક પામેલ બીનાબેન રાવલ ઘણા સમયથી બીમાર રહેતા હતા. તેઓની પણ સાસરી પક્ષે સારવાર કરાવતા હતા. વગેરે ના મુદ્દા સાથે કોર્ટમાં વકીલ મારફત જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં કોર્ટે તમામ મુદાઓની અને વકીલ ની દલીલો ધ્યાનમાં લેતા પ્રથમ આરતી બેન રાવલ અન્ય આરોપી ઘનશ્યામભાઈ રાવલ અને બાદમાં મૂકવામાં આવેલ હરેશભાઇ રાવલની જામીન અરજી પણ મંજૂર કરવામાં આવતા ત્રણે આરોપીઓને મળેલ શરત મુજબ જામીન ઉપર કોર્ટે મુકત કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button