
MORBI:મોરબીમાં હોસ્પિટલ, લેબોરેટરી ને સીલ મારવાની કામગીરી શરૂ..

ફાયર NOC અને BU સર્ટિફિકેટ ન હોવાથી કરાઇ રહી છે કાર્યવાહી.બે દિવસ અગાઉ નોટિસ આપ્યા છતાં તકેદારી ન રાખતા કાર્યવાહી કરાઇ.PGVCL ટીમ પણ વીજ કનેક્શન કટ કરી રહી છે.મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર ટીમ,અને PGVCL ની કાર્યવાહી મળતી માહિતી મુજબ મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આજે તંત્રએ લીધેલા એક્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કલેકટર કચેરી અને પાલિકાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે ૨૫ જેટલી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર NOC અને બિયું સર્ટીફીકેટ ના હોવાથી ઓમ ઈએનટી હોસ્પિટલ અને ABO પેથોલોજી લેબોરેટરીને સીલ કરી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે

તો તે ઉપરાંત સાવસર પ્લોટમાં આવેલ પરમેશ્વર પ્લાઝામાં આવેલ અમૃતમ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કોમ્પ્લેક્ષમાં આવેલ ૪-૫ હોસ્પિટલમાં હાલ ઓપીડી બંધ કરાવવામા આવી છે જોકે હોસ્પિટલમાં દર્દીઓ એડમિટ કરેલ હોય જેથી દર્દીઓને ડીસ્ચાર્જ કર્યા બાદ બંધ કરવાની કાર્યવાહી કરાશે તેમ ફાયર ઓફિસરે જણાવ્યું હતું તો ફાયરની ટીમ ઉપરાંત પીજીવીસીએલ ટીમ વીજ કનેક્શન કટ કરવા પહોંચી ગઈ હતી
