GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવ યોજાશે

MORBI:મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવ યોજાશે

મોરબી : સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ મોરબી જિલ્લા દ્વારા તારીખ 2-6-2024ને રવિવારના રોજ પરશુરામ ધામ નવલખી રોડ મોરબી ખાતે સમૂહ રાંદલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સવારે 7 કલાકે પૂજા પ્રારંભ, 10 કલાકે દીપપ્રગત્ય, સવારે 10:30 કલાકે ગોરણીના પગ ધોવા, તેમજ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 2 કલાકે ધોળો ખૂંદવાનો અને બપોરે 4 કલાકે મહંતોના સામૈયા કરવામાં આવશે.આ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત બ્રહ્માસમજ અધ્યક્ષ ધારણીબેન એ. શુક્લા, ઓલ ઇન્ડિયા બ્રાહ્મીન ફેડ, મહિલા પાંખના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન એચ. ત્રિવેદી, મોરબીના બ્રહ્મ અગ્રણી અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, શાસ્ત્રી નિખિલભાઈ જોશી ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]
Back to top button