GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)માં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બીયરનો જંગી જથ્થો ઝડપાયો

MALIYA (Miyana):માળીયા(મી)માં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બીયરનો જંગી જથ્થો ઝડપાયો

મોરબી ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) ખાતે આવેલ આરોપીના પડતર બંધ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ-બીયરની ૩,૯૩૬ બોટલ તથા ટીનનો જથ્થો તથા દારૂના જથ્થાની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવામાં આવતી કાર સહીત ૧૩.૯૫ લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહી. હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Oplus_0

મોરબી એલસીબી પોલીસના હેડ કોન્સે.ચંદુભાઈ કાણોતરા, ઈશ્વરભાઈ કાલોતરા, ભરતભાઈ જીલરીયા તથા દશરથસિંહ પરમારને સંયુક્તમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંઘ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે હકીકત આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂ-બીયરની પેટીઓ નંગ ૨૫૨માં કુલ ૩,૯૩૬ નંગ બોટલ/ટીનનો કી.રૂ.૮,૯૫,૪૪૦/-નો જથ્થો તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી એસ-પ્રેસસો કાર મળી કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.ધારા તળે ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

[wptube id="1252022"]
Back to top button