ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા શહેરમાં તંત્ર ફાયર સેફ્ટી માટે નોટિસ ફટકારી સંતોષ…ફાયર સેફ્ટી વગરની અનેક બિલ્ડિંગ્સ સીલ કયારે કરશે..!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા શહેરમાં તંત્ર ફાયર સેફ્ટી માટે નોટિસ ફટકારી સંતોષ…ફાયર સેફ્ટી વગરની અનેક બિલ્ડિંગ્સ સીલ કયારે કરશે..!!

જીલ્લાના તાલુકા મથકોએ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા થયેલ મોલ , ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની તપાસ ક્યારે થસે…?? *મોડાસા શહેરમાં ફાયર સેફ્ટીમાં ક્ષતિગ્રસ્ત સ્થળોને નોટિસ આપવામાં આવી છે,ફાયર સેફ્ટી વગરના એકમ સીલ થશે : ચીફ ઓફિસર રાજકોટના ટીઆરપી ઝોનમાં 30 થી વધુ જીંદગી જીવતી આગમાં ખાખ થયાની ગોઝારી ઘટના બાદ મોડાસા નગરપાલિકા તંત્ર અને ફાયર સેફ્ટી વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા એક કમિટી બનાવી મોડાસા શહેરમાં મોલ,હાઈરાઈઝ બિલ્ડિંગ, ટ્યૂશન ક્લાસીસ સહિતના એકમમાં તપાસ ધરાઇ છે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની અમલવારી માટે સખ્ત કાર્યવાહી કરવાના બદલે ખાનાપૂર્તિ કામગીરી કરવામાં આવતી હોય તેમ ફક્ત નોટિસ ફટકારી સંતોષ માની રહી છે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીમાં લાલિયાવાડી દાખવનાર સ્થળોને તંત્ર સીલ મારી સખ્ત કાર્યવાહી કરી રહી છે મોડાસા શહેરમાં ફાયર સેફ્ટી કમિટી દ્વારા 30 જેટલા સ્થળની મુલાકાત કરી ચકાસણી કરવામાં આવી છે હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે રાજ્યમાં સરકારે ફાયર સેફ્ટી અંગે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે અને ફાયર સેફટીમાં બેદરકારી દાખવનાર સામે પોલીસ ફેરિયાદ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે અગાઉ પણ સુરતમાં બનેલી ઘટના બાદ ફાયર સેફ્ટી અંગે મોડાસા શહેર સહિત જિલ્લામાં થોડા સમય માટે કડકાઈ દાખવ્યા બાદ ફરી પાછી તંત્રની ઢીલી નીતિના પરિણામે શહેરમાં આડેધડ નિયમો નેવે મૂકી બિલ્ડીગો બનાવી ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવામાં આવી રહી છે મોડાસા શહેરમાં મોટા ભાગની બિલ્ડિંગ, મોલ, ટ્યૂશન ક્લાસીસ, લાઇબ્રેરી સહિત અનેક સ્થળો અને કોમ્પલેક્ષમાં એન્ટ્રી ગેટ જ છે એક્ઝિટ ગેટ જ નથી મોલ સહિત બિલ્ડિંગ્સમાં લગાવેલ ફાયર સેફ્ટીના સાધનો પણ ધૂળ ખાતા હોવાની સાથે આકસ્મિક આગ લાગે તો ઉપયોગ કઈ રીતે કરવો તે માટે પણ તાલીમબદ્ધ સ્ટાફ નથી. મોડાસા શહેરમાં ફાયર સેફ્ટી કમિટી દ્વારા અત્યાર સુધી 30 જેટલા એકમની સ્થળ તપાસ કરવામાં આવી છે અને ફાયર સેફ્ટી અંગે ક્ષતિગ્રસ્ત સ્થળના જવાબદારોને નોટિસ આપવામાં આવી છે સરકાર દ્વારા સખ્ત કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ કરવા સુધીની તંત્રને આદેશ છતાં તંત્રની ઢીલી નીતિ જેવી કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે જીલ્લાના તાલુકા મથકોએ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોલ અને હાઇવે પર ધમધમતી આલીશાન હોટલ્સ અને બેંકવેટ હોલની ફાયર સેફ્ટીની ચકાસણી ક્યારે થશેની ચર્ચાએ જોર પકડ્યું છે

[wptube id="1252022"]
Back to top button