RAJKOTRAJKOT CITY / TALUKO

“બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે રાજકોટનાં TRP ગેમઝોનમાં ગોઝારા અકસ્માતમાં દુઃખદ મૃત્ય પામનાર જીવાત્માઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાથના સભા યોજાઈ

“બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં દુખદ મૃત્યુ પામનાર જીવાત્માઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવા અને તેમના દિવંગત આત્માને શાંતિ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ, સંચાલકો, અને સંસ્થાનાં પરિવાર દ્વારા એક પ્રથના સભાનું આયોજન કરી આ દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રથાના, મોંન, રાખી ઈશ્વરને પ્રથના કરી જે લોકો બચી ગયા છે અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તે જલ્દીથી સજા થઇ જાય અને લોકોને આ આફતથી જે માનસિક આઘાત લાગ્યો છે તેમાંથી બહાર આવે અને તેમના પરિવાર જનો પર આવી પડેલ અસહય દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવા આશયથી દરેક વ્યક્તિઓએ દીપ પ્રગટાવી દિલથી પ્રથના કરવામાં આવેલ જેમાં સંસ્થાના મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, નાથાભાઈ કાલરીયા, વિભાબેન મેરજા, તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button