
MORBI:મોરબીના રફાળેશ્વર નજીક પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં સવારના ૧૦.૨૦ કલાકે કોલ આવેલ કે રફાળેશ્વર ખાતે ડમ્પિંગ યાર્ડની સામે આવેલ તળાવના પાણીમાં કોઈ અજાણ્યો શખ્સ ડૂબ્યો છે. જે મુજબનો કોલ આવતા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં અંદાજે સાત કલાકની જહેમત બાદ તળાવના પાણીમાં ડૂબેલ શખ્સનો મૃતદેહ શોધી તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ આ મૃતદેહ તળાવની આજુબાજુના કારખાનામાં કામ કરતા અજાણ્યો વ્યક્તિ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ અજાણ્યા શખ્સના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
[wptube id="1252022"]





