GUJARATMORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના સરવડ ગામ નજીક અર્ટિગા કારે બાઇકને હડફેટે લેતા માતા-પુત્રના મોત: કારચાલક સામે ગુનો નોંધાયો

MALIYA (Miyana):માળીયા(મી)ના સરવડ ગામ નજીક અર્ટિગા કારે બાઇકને હડફેટે લેતા માતા-પુત્રના મોત: કારચાલક સામે ગુનો નોંધાયો

માળીયા(મી)ના જુના દેરાળા ગામે રહેતા ફરજાનાબેન તથા તેમનો પુત્ર શાહનવાઝ બાઈક રજી. જીજે-૩૬-એમ-૦૯૭૫ ઉપર સરવડથી જુના દેરાળા ગામ જતા હોય ત્યારે સિંગલ પટ્ટી રોડ ઉપર અર્ટિગા કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી સામેથી આવતા બાઇકને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બંને માતા-પુત્ર રોડ ઉપર પટકાતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ફરજનાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે તેમનો પુત્ર શાહનવાઝને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડતા જ્યાં તેનું પણ મોત નિપજ્યું હતું. ત્યારે માતા-પુત્રના અકસ્માતમાં અકાળે મોત નિપજતા પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. હાલ મૃતકના કાકા દ્વારા આરોપી અર્ટિગા કાર ચાલક ઉસમાનખા હીસમતખા ખોરમ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button