MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસ સ્ટેશન સામે ત્રિપલ અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે બે કાર ને હડફેટે લિઘી 

TANKARA:ટંકારા પોલીસ સ્ટેશન સામે ત્રિપલ અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે બે કાર ને હડફેટે લિઘી

Oplus_0

ટંકારા ઓવરબ્રીઝ પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રકે પ્રથમ ફોર્ચ્યુનર કારણે ટક્કર મારતા બાદ અર્ટિગા ગાડીમાં સાઈડમાં અથડાઈ હતી. ત્યારે અકસ્માતમાં બંને કારમાં નુકસાની પહોંચ્યા અંગે મોરબીના ખેવારીયા ગામે રહેતા મિલનભાઈ રામજીભાઈ રાજપરા ઉવ.૩૫ પોતાના પરિવાર સાથે અર્ટિગા કાર રજી.જીજે-૩૬-એએલ-૦૨૫૩ માં સાળંગપુર દર્શન કરી પરત આવતા હોય ત્યારે ટંકારા ઓવરબ્રિજ ઉતરતા હોય ત્યારે પાછળથી પુરપાટ ગતિથી આવતા ટ્રક રજી. જીજે-૩૨-ટી-૪૬૪૮ એ આગળ જતી ફોર્ચ્યુનર કાર રજી.જીજે-36-એએલ-૪૫૯૯ના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી તથા સાઈડમાં જતી અર્ટિગા કારની સાઈડમાં અથડાતા અર્ટિગા કાર તથા ફોર્ચ્યુનર કારમાં નુકસાની પહોંચી હતી. ત્યારે સમગ્ર અકસ્માતમાં નુકસાની અંગે ઉપરોક્ત આરોપી ટ્રક ચાલક જેસીંગભાઇ દાસાભાઇ વાજા રહે.સુત્રાપાડા જી.જૂનાગઢ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Oplus_0

[wptube id="1252022"]
Back to top button