
મોનોક્રોટોફોસના ઘાતક ઝેરના કારણે WHO-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને શ્રેણી-1 જંતુનાશકમાં સામેલ કરી છે. શ્રેણી-1ના જંતુનાશકોમાં બેહદ ખતરનાક શ્રેણી-1A તથા શ્રેણી-1Bના તત્વો હોય છે. આ જંતુનાશકોની માત્ર થોડી માત્રા જીવ લઈ લે છે ! CIBRC-સેન્ટ્રલ ઈન્સેક્ટિસાઈડસ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી મુજબ 18 પેસ્ટિસાઈડ શ્રેણી-1 માં રજિસ્ટર્ડ થયેલાં છે. ઉપયોગમાં લેવાતા જંતુનાશક દવાઓમાં 30% શ્રેણી-1 ના જંતુનાશકો હોય છે. 2013માં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાના પૂર્વ પ્રોફેસર અનુપમ વર્માના અધ્યક્ષસ્થાને વિશેષજ્ઞ સમિતિની રચના કરવામાં આવેલ. આ સમિતિએ વિશ્વના કેટલાંક દેશોમાં પ્રતિબંધિત હોય તેવા 66 જંતુનાશકોની તાપાસ કરવાની હતી. આ સમિતિની ભલામણ અનુસાર 2018માં શ્રેણી-1ના 3 પેસ્ટિસાઈડ તથા 2021માં શ્રેણી-1ના 4 પેસ્ટિસાઈડ પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું; પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે તે સૂચિમાં મોનોક્રોટોફોસ સામેલ ન હતું !
મોનોક્રોટોફોસ પેસ્ટિસાઈડ UPL-યૂનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની બનાવે છે. આ કંપની 1969માં ગુજરાતના વાપીમાં શરુ થઈ હતી. તેનું ટર્નઓવર રુપિયા 53,576 કરોડનું/ 6.7 બિલિયન અમેરિકન ડોલરનું છે. વિશ્વના 130 દેશોમાં તેનો વેપાર છે. આ કંપનીના માલિક કચ્છના રજનીકાંત દેવીદાસ શ્રોફ છે. રજનીકાંત શ્રોફને ‘Crop Protection King of India’ કહેવાય છે ! UPL કંપની HERBICIDE / FUNGICIDE / INSECTICIDEનું ઉત્પાદન કરે છે. ભારત સરકારે રજનીકાંત શ્રોફનું જાહેર સન્માન કરેલ !
કેન્દ્ર સરકાર જંતુનાશક દવાના ઉદ્યોગપતિનું ભલે સન્માન કરે; પરંતુ તેમની જંતુનાશક દવાના ઉપયોગથી નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાતું હોય તો સરકારે વિચાર કરવો જોઈએ કે નહીં? ઝેરના ઉત્પાદક સમાજસેવા કરે છે, તેમ કહી શકાય?
મોનોક્રોટોફોસના સપ્લાઈ પર પ્રતિબંધ નથી, પરંતુ તેના ઉપયોગ પર પ્રતિબંધ; શું આ શક્ય છે? UPLનું મોનોક્રોટોફોસ છૂટથી મળે છે અને તેનો ઉપયોગ છૂટથી થાય છે.
ચોંકાવનારું તથ્ય :
UPL કંપનીએ 9 ઓકટોબર 2019ના રોજ રુપિયા 10 કરોડના ઈલેકટોરલ બોન્ડ (Serieal no. 3041 to 3050) દ્વારા ડોનેશન આપેલ છે. ભારત સરકારે જાન્યુઆરી 2021માં, રજનીકાંત શ્રોફનું પદ્મભૂષણથી સન્માન કરેલ !
UPL કંપનીએ 15 નવેમ્બર 2022ના રોજ રુપિયા 50 કરોડના ઈલેકટોરલ બોન્ડ (Serieal no.11218 to 11267) દ્વારા ડોનેશન આપેલ છે !rs

[wptube id="1252022"]





