MORBI:મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુઅલ્ હાઇજીન દિવસ ની કરવામાં આવેલ ઉજવણી..

MORBI:મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુઅલ્ હાઇજીન દિવસ ની કરવામાં આવેલ ઉજવણી..

સમગ્ર ભારતમાં દર વર્ષે 28 ની મે ના રોજ National Menstrual Hygiene Day ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો કવિતા દવે અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ડી. બી. મહેતા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તે હેઠળ ના 7 આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ગ્રામ્ય કક્ષા એ National Menstrual Hygiene Day ની ઉજવણી કરવામાં આવેલ હતી..

જેમાં રેડ ડોટ એક્ટિવીટી માં 65 જેટલી બહોળી સંખ્યા માં કિશોરીઓ એ ભાગ લીધો હતો..
અને આ તકે PHC ના મેડિકલ ઓફિસર તેમજ ગ્રામ્ય કક્ષાએ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા સ્ત્રીઓ ના માસિક ધર્મ દરમિયાન રાખવાની જરૂરી સ્વચ્છતા, તેમજ સેનેટરી પેડ નો કંઈ રીતે ઉપયોગ કરવો અને કંઈ રીતે નિકાલ કરવો તે અંગે કિશોરીઓ અને બહેનોને વિસ્તૃત સમજણ આપવામાં આવેલ તેમજ માસિક ધર્મ વિશે કિશોરીઓ ને મુંઝવતા પ્રશ્નો નું સચિત્ર પોસ્ટર દ્વારા નિરાકરણ કરવામાં આવેલ હતું..








