RAJKOT – TRP ગેમ ઝોન કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર
ભાજપના અનેક નેતાઓએ રાજકોટના TRP ગેમઝોનની અગાઉ લીધી હતી મુલાકાત: શક્તિસિંહ ગોહિલ

નાનાધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કાંઈ નહીં થાય :શક્તિસિંહ ગોહિલ
રાજકોટ: શહેરમાં શનિવારે સાંજે ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાતા 32 લોકોના જીવ હોમાયાની આશંકા છે. અત્યાર સુધી માત્ર 28 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે અન્ય લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મીડિયાને સંબોધીને ગુજરાત સરકાર પર અનેક પ્રહાર કર્યા છે. તેમણે સરકારને આકરા શબ્દોમાં જણાવ્યુ છે કે, પીડિતોને સારામાં સારું વળતર આપવામાં આવે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
હપ્તો આપો તો જ સર્ટિફિકેટ મળે
શક્તિસિંહ ગોહિલે આકરા તેવરમાં જણાવ્યુ કે, રાજકોટમાં સંપૂર્ણપણે ફાયારના કામ કર્યા બાદ પૈસા આપો તો જ સર્ટિફિકેટ મળે છે. કામ કર્યા વગર સર્ટિફિકેટ જોઈતું હોય હપ્તો આપો તો જ સર્ટિફિકેટ મળે તે પ્રકારની વ્યવસ્થા છે. શું લોકોએ આ માટે તમને 156 સીટ આપી છે? સરકારે આજે કેટલા નાના અધિકારીઓના સસ્પેન્ડ કર્યા છે. મારે પૂછવું છે કે, જ્યાં કમિશ્નર જતા હોય, જ્યાં મેયર જતા હોઈ ત્યાં નાનો કર્મચારી પગલાં લઈ શકે ખરો? મારી માંગ છે કે, સરકાર અધિકારીઓના નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવે. TRP ખાતે મેયર પ્રદીપ ડવ, અરવિંદ રૈયાણી, મહામંત્રી કિશોર રાઠોડ સહિતનાઓએ મુલાકાત લીધી હોઈ તેવા ફોટો સોશિયલ મીડિયામાં છે.