DEDIAPADA

ડેડીયાપાડામાં તાલુકા પંચાયત નાં કર્મચારીઓની બેદરકારી સામે આવી છે.

દેડિયાપાડા: નર્મદા

 

ડેડીયાપાડામાં તાલુકા પંચાયત નાં કર્મચારીઓની બેદરકારી સામે આવી છે.

ડેડીયાપાડા માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને એક હપ્તા માટે ૧૦ -૧૨ ધક્કા ખાવા પડે છે

 

ડેડીયાપાડા તાલુકો ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલો તાલુકો છે અને હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોએ ધક્કા ખાવા પડે છે,

તાલુકા પંચાયતની કચેરીમાં લોકોએ એક હપ્તો લેવા માટે 10-10 ધક્કા ખાવા પડે છે, આ કાળઝાળ ગરમીમાં નથી ત્યા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કે બેસવાની વ્યવસ્થા અને લોકો કાળજાળ ગરમીમાં આખો દિવસ ધક્કા ખાય રહ્યાં છે, અને એક ટેબલ પરથી બીજા ટેબલ પર કર્મચારીઓ ધક્કા ખવડાવે છે અને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી તેમજ ઓફિસો પર અનિયમિત સમય કર્મચારીઓ આવતા જતા રહે છે અને તેમના ત્યાં ટેલિફોનિક નંબર આપેલા છે જેનાં પર સંપર્ક સાંધતા ફોન પણ રિસીવ કરવામાં આવતાં નાથી અને લોકોના નંબર બ્લોક પણ કરી દેવામાં આવ્યા છે, ત્યારે સામાન્ય લોકોને એક હપ્તા માટે દસ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો કોના ભરોસે રહેશે ??? કે ડેડીયાપાડા માં બેઠેલા તાલુકા વિકાસ અધિકરીનાં ભરોશે??? કે પંચાયતના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી નાં ભરોશે,??? કોણ કામ કરી આપશે ?? શું અધિકારીઓ લોકોની સેવા કરવા માટે બેઠા છે કે પોતાની મનમાની કરવા??? શું દેડિયાપાડા પંચાયતનાં કર્મચારીઓ પોતાની મન ફાવે તેમ નોકરી કરી રહ્યા છે,??? આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર એક્શન માં આવશે ખરું તે જોવું રહ્યું??

 

[wptube id="1252022"]
Back to top button