GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મહેન્દ્રનગર નજીક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

MORBI:મોરબીના મહેન્દ્રનગર નજીક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી
મળતી માહિતી અનુસાર મહેન્દ્રનગર નજીક આવેલ રામદૂત હોમ્સ-૨ માં રહેતા મૂળ જૂનાગઢ જીલ્લાના સીમરોલી ગામના વતની ધવલ જેન્તીલાલ ભલાણીએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. ધવલભાઈએ પોતાના બાઈક રજી. જીજે-૧૧-સીજે-૨૭૨૫ને ગત તા.૨૨/૦૫ના રોજ રાત્રીના સોમનાથ પાર્ક ૨ માં આવેલ રામદૂત હોમ્સ ૨ ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું જે બીજે દિવસે તા.૨૩/૦૫ના સવારમાં ઉપરોક્ત જગ્યાએ જોતા ત્યાં બાઈક મળી આવેલ ન હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા જે ન મળી આવતા પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]