ગીર ગઢડા અને દ્રોણ ની વચ્ચે ઓવરલોડ માટી નાં ટ્રેક્ટરે રિક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો રિક્ષામાં બેસેલા પેસેન્જરને ગંભીર ઈજા
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા અને દ્રોણ ની વચ્ચે ઓવરલોડ માટી નાં ટ્રેક્ટરે રિક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો રિક્ષામાં બેસેલા પેસેન્જરને ગંભીર ઈજા
ગીર ગઢડા તાલુકા ના કોદીયા ગામે આવેલ મછુન્દ્રી ડેમ માંથી માટી કાઢવાની પરમિશન સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતો ને આપવામા આવેલ છે
પરંતું ટ્રેક્ટરો પોતાની મરજી મુજબ ઓવર સ્પીડ માં ઓવરલોડ ટેપ ફૂલ રાખી જાણે કોઈ ની ફિકર જ નાં હોઈ તેમ બેફામ બેરોકટોક આરટીઓ નાં નિયમો ને નેવે મૂકીને ચલાવી રહ્યાં છે જેને લિધે આજે રાજકોટ વાળા રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ દ્રોણેસ્વર થી ગીર ગઢડા પરીવાર સાથે આવતાં હતાં ત્યારે ફૂલ ઓવર લોડ ચાલતા માટી નાં ટ્રેકટરે ઓટો રિક્ષા ને ટક્કર મારી હતી
જેમાં રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ ને માંથા નાં ભાગે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં જેને તાત્કાલિક સારવાર માટે ઊના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મામલતદાર ગીર ગઢડા વાળા ને જાણ કરતા તેઓ દ્વારા કહેવામાં આવેલ કે ઓવર લોડ વાહન ની જવાબદારી ટ્રાફિક પોલીસ ની હોઈ છે તેમજ ગીર ગઢડા પીએસઆઈ ને પણ જાણ કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી માટી નાં ઓવર લોડ ટ્રેકટર ની જાણ કરતા હોવા છતા કોઈ પણ જાત ની કાર્ય વાહી કેમ નહિ? સુ આ માટી ખેડૂતો નાં નામે માફિયા સંડોવાયેલા છે? ઊચ્ચ અઘિકારી સૂધી હપ્તા પોહચે છે? આવા માફિયા ઓ ને પાપે કેટલા લોકો નો ભોગ લેવાશે ? આવા અકસ્માતો માટે જવાબદાર કોણ તંત્ર કે ભૂ માફિયા? આમ જનતા માં ઉઠતાં અનેક સવાલો.. હજી કેટલાં અક્સમતો થશે પછી તંત્ર જાગશે તે જોવાનુ રહયું. ગીરગઢડા માં જાણે કાયદો વ્યવસ્થા કથળેલી હાલત માં હોઈ તેવું દેખાય રહયું છે. તંત્ર ને જાણ કરવા છતાં પણ માટી નાં ટ્રેક્ટરો બેફામ ચલાવવા એ કોઈ સામાન્ય બાબત નાં હોય શકે આમાં રાજકીય તથા તંત્ર ની મીઠી નજર સીવાય શક્ય જ નથી ક્યાંક ને ક્યાંક તંત્ર હપ્તાં ખોરી થી ચાલતું હોઈ તેમજ ખેડૂત નાં નામે પરમિશન મેળવી ભૂ માફિયા બરોબાર મોટી રકમ માં માટી વેચવાનું કૌભાંડ ચાલી તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.







