RAJKOT:રાજકોટ TRP ગેમ ઝોન નહીં રહી ફક્ત રાખ, મૃતદેહો આક 24 પહોંચ્યો ઓળખવા મુશ્કેલ

Rajkot:રાજકોટ TRP ગેમ ઝોન નહીં રહી ફક્ત રાખ, મૃતદેહો આક 24 પહોંચ્યો ઓળખવા મુશ્કેલ
રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક :અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળ્યા : મૃત્યુઆંક હજુ ઘણો વધવાની આશંકા : લોકોમાં ભારે આક્રોશ : સંચાલકની અટકાયત
તમામ DNA ટેસ્ટ કરીને ઓળખ મેળવાશે : તમામ ગેમઝોનમાં તપાસના આદેશ : હજુ બીજા ભાગમાં ફસાયેલા લોકોની શોધખોળ બાકી :એક જ ભાગમાં આટઆટલા મૃતદેહ મળતા હૈયું હચમચ્યું
નોંધનીય છે કે, રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં તક્ષશિલા કાંડનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ 24 લોકોના મોત થયા છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 22થી વધુ લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે
આગની એટલી ભીષણ છે કે તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે.